દુબઈ ખાતે ડર્મા કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ડો.જોશીપુરાએ AI ટેક્નોલોજી અને તબીબી કૌશલ્યના સમન્વય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા મોરબી અપડેટ ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટના મેડિકલ જગત અને સમગ્ર ગુજરાત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ઘટના બની છે. તબીબી ક્ષેત્રમાં પોતાના બહોળા અનુભવથી વિશેષ ઓળખ બનાવનાર ડો.સુરેશ જોશીપુરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે.રાજકોટના જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. સુરેશ જોશીપુરાએ તાજેતરમાં દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે યોજાયેલી ભવ્ય આંતરરાષ્ટ્રીય ડર્મેટોલોજીસ્ટ કોન્ફરન્સમાં ફેકલ્ટી તેમજ સ્પીકર તરીકે વક્તવ્ય આપ્યું હતું. આ વૈશ્વિક સ્તરની કોન્ફરન્સની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમાં 114 દેશોમાંથી 25000 ડર્મેટોલોજીસ્ટ્સે ભાગ લીધો હતો.આ કોન્ફરન્સ દરમિયાન ડો. જોશીપુરા અને એઈમ્સના ભૂતપૂર્વ ફેકલ્ટી ડો. જય મોઢા દ્વારા તૈયાર કરવામાં આવેલ એક અત્યંત સમયસૂચક સંશોધન પેપર રજૂ કરવામાં આવ્યું હતું. આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં આ પેપરમાં એક સ્પષ્ટ અને સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્યારેય ડર્મેટોલોજીસ્ટનું સ્થાન લઈ શકશે નહીં. તેના બદલે, ડર્મેટોલોજીસ્ટ પોતાના જ્ઞાન અને અનુભવની સાથે AI ની મદદ લઈને દર્દીઓનું વધુ ચોકસાઈથી નિદાન અને ઉત્તમ સારવાર કરી શકશે.1982 થી ચામડીના રોગો માટે અવિરત સેવા આપતા ડો.જોશીપુરાએમ.ડી. (સ્કીન), પી.એચ.ડી. અને ડી.વી.ડી. જેવી ઉચ્ચ તબીબી પદવીઓ ધરાવતા ડો. સુરેશ જોશીપુરા ચામડી, ગુપ્તરોગ તથા રક્તપિત્તના નિષ્ણાત છે. તેઓ રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલ તેમના સ્કીન સેન્ટર મારફતે વર્ષ 1982 થી દર્દીઓની અવિરત સારવાર કરી રહ્યા છે. તેમની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ તેમના દાયકાઓના અનુભવ અને તબીબી વ્યવસાય પ્રત્યેના નિષ્ઠાવાન સમર્પણનું પરિણામ છે.#RajkotNews #DrSureshJoshipura #DubaiDerma #Dermatology #MedicalNews #ArtificialIntelligence #SkinSpecialist #GujaratPride #HealthcareNews #MorbiUpdate