‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત મોરબી, વાંકાનેર, ટંકારા, સરવડ અને હળવદ ખાતે આયોજન, લોકોને રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય અધિકારીની અપીલમોરબી અપડેટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્ર અને જનતાની સેવામાં સમર્પિત 25 વર્ષના સફળ સેવાકાર્યો તેમજ ‘વિકસિત ભારત 2047’ ની સંકલ્પના અન્વયે મોરબી જિલ્લામાં 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત તમામ તાલુકાઓમાં આ રક્તદાન કેમ્પ યોજાશે. જિલ્લા આરોગ્ય અધિકારી પવન કુમાર શ્રીવાસ્તવ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ સેવા કાર્યમાં જોડાઈને મોટી સંખ્યામાં રક્તદાન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.રક્તદાન કેમ્પના સ્થળ અને સમય નીચે મુજબ છે: • સિવિલ હોસ્પિટલ (બ્લડ બેંક), મોરબી: સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી • સરકારી હોસ્પિટલ, વાંકાનેર: સવારે 9 વાગ્યાથી શરૂ • સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ટંકારા: સવારે 9 વાગ્યાથી શરૂ • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરવડ: સવારે 9 વાગ્યાથી શરૂ • સરકારી હોસ્પિટલ, હળવદ: બપોરે 3 વાગ્યાથી શરૂ#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonationCamp #SevaMeraYogdan #Wankaner #Tankara #Halvad #BloodDonation #GujaratNews