કલેક્ટરે આશ્રિત બાળકો સાથે વાર્તાલાપ કરી આરોગ્ય, શિક્ષણ અને ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યુંમોરબી અપડેટ : મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પરમ પૂજ્ય કનકેશ્વરી દેવી ચિલ્ડ્રન હોમ બોયઝ અને શિશુ ગૃહની મુલાકાત અને ચકાસણી કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે સંસ્થામાં આશ્રિત બાળકો સાથે પ્રત્યક્ષ અને સોહાર્દપૂર્ણ વાર્તાલાપ કર્યો હતો. તેઓએ બાળકોના રહેઠાણ, સલામતી અને તેમની દૈનિક પ્રવૃત્તિઓ અંગે વ્યક્તિગત પ્રતિભાવો પણ મેળવ્યા હતા.આરોગ્ય અને શિક્ષણની સમીક્ષા કલેક્ટર દ્વારા બાળકોના નિયમિત મેડિકલ ચેક-અપ અને આરોગ્ય વિષયક ફાઈલોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થા ખાતે પ્રાથમિક સારવારની સુવિધા અને તબીબી સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. બાળકોના શાળાકીય અભ્યાસ, હાજરી અને શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી. બાળકોને પૂરતું શૈક્ષણિક સાહિત્ય તથા યોગ્ય માર્ગદર્શન મળે છે કે નહીં તે અંગે સ્ટાફ પાસેથી વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.ભૌતિક સુવિધાઓ અને વહીવટી રેકોર્ડની ચકાસણી બાળકોને અપાતા ખોરાકની ગુણવત્તા અને ભોજનના મેનૂની પણ કલેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. સંસ્થાનું મકાન, રૂમોની સ્વચ્છતા, હવા-ઉજાસ, પીવાના સ્વચ્છ પાણીની સુવિધા તેમજ શૌચાલય અને સ્નાનાગારની ભૌતિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાયું હતું. વહીવટી કામગીરી અંતર્ગત સંસ્થાનું પ્રવેશ રજિસ્ટર, દૈનિક હાજરી પત્રક અને વાર્ષિક હિસાબી રજિસ્ટર તપાસવામાં આવ્યા હતા. પોર્ટલ પર સંસ્થાના ડેટા અને બાળકોની વિગતો નિયમિત રીતે અપડેટ થાય છે કે કેમ તેની પણ ખાસ ખાતરી કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCollector #SwapnilKhare #ChildrenHome #ShishuGruh #GujaratNews