પોલીસે ઘટનાના બે મહિના બાદ મૃતકના માતાની ફરિયાદના આધારે પરિણીતાને મરવા મજબૂર કરવા અંગે ગુન્હો નોંધ્યોટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમા ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની પરિણીતાએ પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોને કારણે ત્રાસી જઈ ઝાડ પર લટકી આત્મહત્યા કરી લેવાના બનાવમાં બે મહિના બાદ મૃતક પરિણીતાના માતાની ફરિયાદના આધારે પતિ અને તેના ભાઈ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પોતાની પુત્રીને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં કિશોરભાઈ લવજીભાઈ ચીકાણીની વાડીએ રહી ખેતમજૂરી કરતા સુનિતાબેન માજુભાઈ સંગોડ નામની પરિણીતાએ પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી સંબંધ છોડી દેવા કહ્યું હતું જો કે, આરોપી પતિ માજુભાઈ ચીમનભાઈ સંગોડ રહે. ધાનપુર, દાહોદ વાળો અન્ય સ્ત્રી સાથે સંબંધ છોડવાને બદલે શારીરિક માનસિક ત્રાસ આપતો હોય અને પતિનો ભાઈ રાજુભાઇ ચીમનભાઈ સંગોડ રહે.ધાનપુર, દાહોદ વાળો પણ આરોપી માજુનો પક્ષ લઈ મદદગારી કરતો હોય સુનિતાબેને કંટાળી જઈ તા.19 જુલાઈના રોજ જાંબુડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા મૃતક સુનિતાબેનના માતા મલીબેન ભરતભાઇ પરમકર રહે.જાબુ ગામ, દાહોદ વાળાએ પોતાની પુત્રીને મરવા મજબુર કરનાર બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.