ગુજરાતના 10 વિભાગોમાંથી 225 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લેશે: કથાકથન, પ્રશ્નમંચ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજનમોરબી અપડેટ: વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સરસ્વતી શિશુમંદિર - શકત શનાળાના આંગણે 'સંસ્કૃતિ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં 28000 થી વધુ શાળાઓ ધરાવતા વિદ્યાભારતીના સંસ્કૃતિ બોધ પરિયોજના વિભાગ દ્વારા શિક્ષણની સાથે બાળકોનું જીવન સંસ્કારયુક્ત અને મૂલ્યવાન બને તે હેતુથી દર વર્ષે આ મહોત્સવ યોજવામાં આવે છે. જેમાં વિદ્યાલય અને વિભાગ સ્તરે વિજેતા બનેલા સ્પર્ધકો રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરે છે.19 અને 20 સપ્ટેમ્બર 2026, શનિવાર અને રવિવારના રોજ યોજાનાર આ બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાતના 10 વિભાગોમાંથી અંદાજે 225 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમૂહજીવનના પાઠ શીખશે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નમંચ, કથાકથન, શીઘ્ર વકતૃત્વ, પત્રવાચન અને મૂર્તિકલા જેવી વિવિધ પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા, વિદ્યાભારતીના ઉપાધ્યક્ષ ડો. કેશુભાઈ મોરસાણિયા, મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠન મંત્રી રાજેશભાઈ તુલ્યાન અને જયંતિભાઈ પડસુંબિયા સંપૂર્ણ 2 દિવસ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. અતિથિ તરીકે ગુજરાત પોલિપેક એસોસિએશનના ડાયરેક્ટર જગદીશભાઈ પનારા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ માટે વિદ્યાભારતી પશ્ચિમ ક્ષેત્રના ઉપાધ્યક્ષ ડો.બાબુભાઈ અધારા અને મોરબી શિશુમંદિર ટ્રસ્ટના મંત્રી જયંતિભાઈ રાજકોટિયા માર્ગદર્શન આપી રહ્યા છે. સુંદર વ્યવસ્થા અને આયોજન માટે શિશુમંદિરના નિયામક સુનીલભાઈ પરમાર, કાર્યાલય પ્રમુખ તુષારભાઈ પાણસણિયા, 80 થી વધારે આચાર્યો તથા વિદ્યાલયની ટેકનિકલ ટીમના વિષ્ણુકુમાર વિડજા, ચિરાગભાઈ ભોરણિયા અને આકાશભાઈ ધાનજા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.20 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ સવારે 8 થી 9 કલાક દરમિયાન ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ત્યારબાદ સવારે 9:30 થી 12:30 સુધી એક સાથે વિવિધ સ્પર્ધાઓ શરૂ થશે. વાલીઓ અને મોરબીના સહુ શિક્ષણપ્રેમી નાગરિકોને આ કાર્યક્રમનો લાભ લેવા સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #SanskritiMahotsav #VidyaBharati #SaraswatiShishuMandir #Education #MorbiNews #Gujarat