મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના બસસ્ટેન્ડ પાછળ જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી પ્રવિણભાઇ જાદવજીભાઈ કગથરા રહે.તળાવીયા શનાળા વાળાને પોલીસે એક મોબાઈલ ફોન કિંમત રૂ.4 હજાર તેમજ રોકડા રૂપિયા 2890 સાથે ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.