17 સપ્ટેમ્બરે ઐતિહાસિક મણી મંદિર ખાતે હજારો દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે મોરબી અપડેટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના સફળ શાસન, સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની ગૌરવશાળી યાત્રાને બિરદાવવા માટે દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ચાલી રહ્યું છે. આ જ શ્રુંખલામાં, વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની મંગલ કામના અર્થે આગામી તારીખ 17/09/2026, ગુરુવારના રોજ મોરબીમાં 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સાંજે 6:30 કલાકે મોરબીના ઐતિહાસિક મણી મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ પવિત્ર અવસરે હજારો દીવડાઓના ઝગમગાટથી સમગ્ર મણી મંદિર પરિસર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠશે.આ ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સાંસદો, ધારાસભ્યો, વિવિધ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહેશે. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની આ વિશેષ ઉજવણીમાં સહભાગી બનવા તેમજ તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાના આ કાર્યક્રમમાં સૌને બહોળી સંખ્યામાં પધારવા મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબીની જનતાને ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #PMModiBirthday #SevaSankalpAbhiyan #ManiMandir #MorbiBJP #AshirvadNoDivo #Morbi