વાંકાનેર : વાંકાનેર શહેરની ધમલપર ચોકડી પાસે આવેલ ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં હાઇડ્રો મશીનથી લોખંડનો ટાકો વાહનમાં ચડવાતી વખતે ગત તા.8 સપ્ટેમ્બરના રોજ અચાનક જ લોખંડનો ટાકો માથે પડતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અંર હાલમાં હસનપર ખાતે રહેતા કુશહર જગલાલ ગોંડ ઉ.33 નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ કુશહરને સારવાર માટે અર્ધ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.