રૂપાવટી સોસાયટીમાં પાણી ભરાયેલા : રોગચાળાની ભીતિમોરબી અપડેટ (ટંકારા): ટંકારા નગરપાલિકા વિસ્તારમાં વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી. રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે, જેને પગલે સ્થાનિક નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ટંકારાની રૂપાવટી સોસાયટીમાં વરસાદી પાણીના ભરાવાને કારણે રહીશોને અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. હાલમાં સોસાયટીમાં રાંદલ ઉત્સવ સહિતના ધાર્મિક અને સામાજિક પ્રસંગોનું આયોજન હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રસંગો વચ્ચે પાણી ભરાયેલા રહેતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચીફ ઓફિસર ફોન પણ રિસીવ ન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. #Tankara #MorbiUpdate #TankaraNagarpalika #WaterLogging #RupavatiSociety #MorbiNews #GujaratRain #PublicIssues