વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી મોરબીના આવાસ ક્વાર્ટરમાં રહેતા આરોપીને દબોચી લેવાયોમોરબી અપડેટ : વાંકાનેર સીટી પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને જીનપરા જકાતનાકા પાસેથી ઝડપી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે ડે કોમ્બીગ દરમ્યાન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મયુરધ્વજસિંહ એચ. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ એચ. ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ જી. જાડેજાની સંયુકત બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી ઘનશ્યામભાઇ રાજુભાઇ હળવદીયા (ઉં.વ. 30, રહે. આવાસ ક્વાર્ટર લીલપર રોડ, મોરબી) ને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ:● જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. 0029/2026 બી.એન.એસ.કલમ 305, 331(4), 54 વગેરે ● વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. 0423/2025 બી.એન.એસ.ની કલમ 303(2), 54કામગીરી કરનાર ટીમ:આ કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એસ.ગામીત, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.કે.મહેશ્વરી, એ.એસ.આઇ. મયુરધ્વજસિંહ હરીશચંદ્રસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ હરભમસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ વાસુદેભાઇ રણછોડભાઇ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા જોડાયા હતા.#MorbiUpdate #WankanerCityPolice #MorbiPolice #CrimeNews #WankanerNews #GujaratPolice #Arrest #Morbi