ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની અપીલમોરબી અપડેટ : મોરબી તાલુકાના જીકિયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબ 80.10% પાણી ભરાઇ ગયું છે. ડેમમાં હાલ પાણીની આવક સતત ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે. આ પરિસ્થિતિને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મેસેજ નંબર NR 16 અંતર્ગત એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા (મીં) તાલુકાના ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. ₹એલર્ટ કરાયેલા નીચાણવાસના ગામોની યાદી: મોરબી તાલુકાના ગામો: જીકિયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર(મચ્છુ) અને રાપર.માળિયા (મીં) તાલુકાના ગામો: સુલતાનપુર, માણાબા અને ચિખલી.તારીખ 15/09/2026 ના રોજ સવારે 10:00 કલાકે ડેમની સ્થિતિ: ● જળાશયનું લેવલ: 97.30 ● કુલ જથ્થો: 194.66 MCFT ● ડેમમાં ઈનફ્લો (આવક): 329 ક્યુસેક #Morbi #MorbiUpdate #GhodadhroiDam #Monsoon2026 #MorbiNews #DamAlert #GujaratWeather #MaliyaMiyana