મોરબી અને માળિયા તાલુકાના 32 ગામોને નદીના પટમાં ન જવા તાકીદમોરબી: મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ ઉપરવાસમાં પાણીની આવકને પગલે 70% ભરાઈ ગયો છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા મોરબી અને માળિયા તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા ગામના લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા, માલ-મિલકત સલામત સ્થળે ખસેડી લેવા અને પશુઓને નદીના પટમાં ન જવા દેવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ ડેમની જળસપાટી 55.76 મીટરે પહોંચી છે.એલર્ટ કરાયેલા ગામોની યાદી: • મોરબી તાલુકાના 22 ગામો: જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપર. • માળિયા તાલુકાના 10 ગામો: વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) અને રાસંગપર.#MorbiUpdate #MorbiNews #MachhuDam #HighAlert #FloodAlert #MorbiRain #Maliya #Morbi