વાંકાનેરમાં સૌથી ઓછો 11 મીમી વરસાદ નોંધાયો, મેઘમહેરથી ખેડૂતો ખુશમોરબી : મોરબી જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં માળીયા તાલુકામાં સૌથી વધુ 54 મીમી એટલે કે, 2.13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથે જ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાની મહેર જોવા મળતા ખેડૂતો ખુશ ખુશાલ બન્યા છે.છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ માળીયા મિયાણામાં 54 મીમી (2.13 ઇંચ), હળવદમાં 51 મીમી (2.01 ઇંચ), ટંકારામાં 37 મીમી (1.46 ઇંચ), જિલ્લા મથક મોરબીમાં 33 મીમી (1.30 ઇંચ) તેમજ વાંકાનેર તાલુકામાં સૌથી ઓછો 11 મીમી (0.43 ઇંચ) વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે ખેતીના પાકોને ફાયદો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.