જેતપર ખાતે ચાલતા બિનરાજકીય ખેડૂત આંદોલનમાં જોડાવા માટે પક્ષ અને હોદ્દાનો ત્યાગ કર્યો હોવાની જાહેરાતમોરબી અપડેટ: હાલમાં હાઈટેન્શન વીજકંપનીઓ દ્વારા ખેડૂતોના થઈ રહેલા કથિત શોષણના વિરોધમાં ગુજરાતના ખેડૂતો દ્વારા બિનરાજકીય લડત ચલાવવામાં આવી રહી છે. આ લડતને વેગ આપતા હળવદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જયેશ વાસુદેવભાઈ પટેલે ખેડૂતોના સમર્થનમાં પોતાના હોદ્દા અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.રાજીનામા પત્રમાં જયેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે, જેતપર ખાતે ખેડૂતોના હિત અને અધિકારો માટે બિનરાજકીય ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. પોતે મૂળભૂત રીતે એક ખેડૂત પુત્ર હોવાના નાતે, ધરતીપુત્રોના હક અને ન્યાયની આ લડાઈમાં કોઈપણ રાજકીય પદ કે પક્ષના બંધન વિના સંપૂર્ણ સમર્પણ સાથે સાથ આપવો એ તેમની નૈતિક ફરજ બને છે. આથી તેમણે સ્વેચ્છાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું સુપરત કર્યું છે.ખેડૂતોની વેદનાને વાચા આપતા તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સરકારના સહયોગથી હાઈટેન્શન વીજકંપનીઓ ગુજરાતના ખેડૂતોનું શોષણ કરી રહી છે. આજે એક ખેડૂત પુત્ર તરીકે પોતાનું કર્તવ્ય નિભાવીને તેમણે ગુજરાતની દરેક રાજકીય પાર્ટીના હોદ્દેદારોને પણ આહ્વાન કર્યું છે કે પદ, પૈસા, પાવર અને પ્રતિષ્ઠાને છોડીને ધરતીપુત્રોની સાથે ઊભા રહો અને ખેડૂતના હકની આ લડાઈમાં તેમને સાથ આપો.#MorbiUpdate #Halvad #AAP #FarmerProtest #GujaratFarmers #Jetpar #MorbiNews #JayeshPatel #FarmersRights