મોરબી અપડેટ : મોરબી શહેરના મુનનગર મેઇન રોડ પર ન્યુ ચંદ્રેશની બાજુના ગ્રાઉન્ડમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ કા રાજા યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે રિદ્ધિ સિદ્ધિ કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તારીખ 17 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ રાત્રે 9:00 કલાકે ગણેશ ઉત્સવ મંડપ ખાતે ભવ્યાતીભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંતવાણી કાર્યક્રમમાં સંતવાણી આરાધક રવિ ચૌહાણ, મિત્તલ કલોલા (બેબી મિત્તલ), હાસ્ય કલાકાર મુન્નાભાઈ નિમાવત સાજિંદા ગ્રુપ સુરજ પટેલ ગ્રુપ (વાવડી)ના સથવારે ભજનની રમઝટ બોલાવશે. તો આ સંતવાણીનો લ્હાવો લેવા સર્વે ધર્મ પ્રેમી જનતાને શ્રી રિદ્ધિ સિદ્ધિ કા રાજા યુવા ગ્રુપ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.