મુંબઈના નિષ્ણાત કેન્સર સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી આપશે સેવા મોરબી અપડેટ: મોરબી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની જનતા માટે આશીર્વાદરૂપ ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ અને વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર દ્વારા વિશેષ કેન્સર નિદાન કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યું છે. 1989 થી દર બે માસે રેગ્યુલર કેમ્પ યોજાઈ છે જેમાં 201 માં કેમ્પના દાતા 'AAA' સીનીયર સીટીઝન ગ્રુપ - મોરબી છે.આગામી શનિવાર, તારીખ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી અને રવિવાર, તારીખ 20 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી આ કેમ્પ શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ (નવા ડેલા રોડ, મોરબી) ખાતે યોજાશે. આ કેમ્પમાં મુંબઈના નિષ્ણાત કેન્સર સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) ઉપસ્થિત રહીને કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન પૂરૂં પાડશે.જે દર્દીઓ આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા (મો. 95370 99219) પાસે અગાઉથી નોંધાવી લેવા તેમજ તપાસ માટે આવતી વખતે દર્દીઓએ પોતાના જુના કેસ પેપર્સ અને રિપોર્ટ સાથે લાવવા જણાવાયું છે. વધુમાં વધુ દર્દીઓ લાભ લઈ શકે તે માટે શહેર તેમજ ગ્રામ્ય બંને વિસ્તારોના દર્દીઓને આવરી લેવામાં આવશે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહ દ્વારા કેન્સરના દર્દીઓને આ વિનામૂલ્યે યોજાનાર નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #CancerCamp #FreeHealthCamp #SeniorCitizenGroupMorbi #CancerAwareness #Morbi