મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલ શ્રીજી પેલેસ બિલ્ડીંગ પરથી નીચે પટકાઈ જતા પ્રકાશ મગનભાઈ આડેસરા ઉ.37 રહે. વીસીપરા, કુલીનગર, મોરબી વાળાનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.