ઋષિ પાંચમે માત્ર બહેનો માટે સ્નાન અને ફરાળની વ્યવસ્થા: 10 વર્ષથી મોટા દીકરાઓને સાથે ન લાવવા ખાસ અપીલમોરબી અપડેટ : મોરબીના પ્રખ્યાત રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં આગામી દિવસોમાં ઋષિ પાંચમ અને રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઋષિ પાંચમ કાર્યક્રમની વિગતો* તારીખ અને સમય: 16-9-2026, બુધવાર, સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી.* વ્યવસ્થા: આ દિવસે માત્ર બહેનો માટે આશ્રમ ખાતે સ્નાન અને ફરાળની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.* ખાસ નોંધ: દર્શનાર્થે આવતી બહેનોએ 10 વર્ષથી ઉપરના દીકરાઓને પોતાની સાથે આશ્રમમાં ન લાવવા માટે ખાસ સૂચના અને અપીલ કરવામાં આવી છે.રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવની વિગતો* તારીખ: ભાદરવા સુદ અગિયારસ, 22-9-2026, મંગળવાર.* આયોજન: રામદેવપીરના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય નેજા ઉત્સવ, યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાત્રિના સમયે પાટ ભજન સહિતના કાર્યક્રમો યોજાશે.આ બંને ધાર્મિક ઉત્સવોમાં પધારી દર્શન અને પ્રસાદનો ધર્મલાભ લેવા માટે સમસ્ત ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #RamdhanAshram #RishiPanchami #RamdevpirMahotsav #ReligiousEvent #MorbiEvents