લાયન્સનગર મંગલેશ્વર મહાદેવ મંદિર પાસેથી બાઇક અજાણ્યા શખ્સો હંકારી ગયામોરબી અપડેટ : મોરબી શહેરના વીસીપરામાં લાયન્સનગર મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા યુવાનના ઘર પાસેથી અજાણ્યા ચોર ઈસમો મોટરસાયકલની ચોરી કરી ગયા છે. આ અંગે મોરબી સિટી બી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.પોલીસ ફરિયાદ મુજબ, વીસીપરા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ પ્રેમજીભાઈ ખેર (ઉ.વ. 42) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 02/09/2026 ના રોજ રાત્રીના 11:00 વાગ્યાની આસપાસ કમલેશભાઈએ પોતાના બનેવી શાંતિલાલ વલ્લભભાઈ અજુલીયાની માલિકીનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું. બીજા દિવસે તારીખ 03/09/2026 ના રોજ સવારે 09:00 વાગ્યે તેઓએ ઉઠીને જોતા ત્યાં બાઇક હાજર ન હતું.અજાણ્યા ચોર ઈસમો રૂ. 15000 ની કિંમતનું આ બાઇક ચોરી ગયા હોવાનું માલુમ પડતા, તેઓએ આજ દિન સુધી પોતાની રીતે આજુબાજુમાં બાઇકની શોધખોળ કરી હતી. અંતે બાઇક ન મળતા તારીખ 14/09/2026 ના રોજ બી ડીવીઝન પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ 303(2) મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. હાલ આ ચોરીના બનાવની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખુભાઈ આલાભાઈ ગઢવી ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #BikeTheft #Veesipara #MorbiPolice