75 હજારના દારૂ અને કાર સહિત કુલ રૂ. 8.75 લાખનો મુદ્દામાલ જપ્ત: હળવદના માથક ગામનો આરોપી વોન્ટેડમોરબી અપડેટ: મોરબી LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે ઘૂટું ગામ પાસેથી એક ફોરવ્હીલરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. તેમજ બે આરોપીઓની ધરપકડ કરી છે અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મોરબી LCB ની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારૂતી સુઝુકી બ્રેઝા કાર (GJ36BB5656) ઘૂટું ગામથી ઊંચી માંડલ વચ્ચે આવેલી કેનાલ પાસે મેઈન રોડ પર ઉભી છે, જેમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.આ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે સ્થળ par કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 315 નાની-મોટી બોટલો (કિંમત રૂ. 75,485/-) મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી બે શખ્સોને ઝડપી લીધા હતા.પકડાયેલા આરોપીઓ: • પ્રતાપભાઇ ભરતભાઇ કેરવાડીયા (ઉ.વ.20, રહે. રાતાભેર ગામ, તા. હળવદ). • રોહીતભાઇ સવઘણભાઇ ઇંદરીયા (ઉ.વ.23, રહે. રાતાભેર ગામ, તા. હળવદ).પૂછપરછ દરમિયાન આ દારૂ માથક ગામ (તા. હળવદ) ના શક્તિ રજપુત નામના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા, પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.જપ્ત કરેલ મુદ્દામાલ: • મેકડોવેલ્સ નંબર 1 વ્હિસ્કી (750 ML) - 55 બોટલ (કિંમત રૂ. 31,075/-). • રોયલ સ્ટેગ વ્હિસ્કી (750 ML) - 35 બોટલ (કિંમત રૂ. 21,910/-). • RJ ગ્રીન સ્પેશિયલ વ્હિસ્કી (180 ML) - 225 નાની બોટલ (કિંમત રૂ. 22,500/-). • મારૂતી સુઝુકી બ્રેઝા કાર (GJ36BB5656) - કિંમત રૂ. 8,00,000/-.પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 8,75,485/- નો મુદ્દામાલ જપ્ત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.#MorbiUpdate #MorbiNews #LCBMorbi #LiquorRaid #CrimeNews #GhutooVillage #MorbiPolice #Morbi