લીલા લેરથી રવાપર ચોકડી સુધી ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવીમોરબી : મોરબી શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર પંડાલ નાખીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના પટેલ ગ્રુપ દ્વારા પણ ગણેશ મહોત્સવ અંતર્ગત મંગલ મૂર્તિની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, પટેલ ગ્રુપ દ્વારા લીલા લેર બગીચાથી લઈને રવાપર ચોકડી સુધી ગણેશજીની મંગલ મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં યુવાનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઢોલના તાલે અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ગણપતિ બાપ્પાને આકર્ષક અને સુંદર રીતે શણગારેલા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. લીલાપરથી શરૂ થયેલી આ યાત્રા રવાપર ચોકડી પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના સાથે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ તકે પટેલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #GaneshMahotsav #PatelGroup #GanpatiBappa #RavaparChokdi #GaneshUtsav