વિજયનગર શેરી નં. 1માં પાર્ક કરેલા ટ્રેકટરોમાંથી કુલ રૂ. 42000ની કિંમતની 6 બેટરીઓ અજાણ્યા શખ્સો ચોરી ગયામોરબી અપડેટ : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. વિજયનગર શેરી નં. 1, રોહિદાસ પરા પાછળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા અલગ અલગ 6 ટ્રેકટરોમાંથી અજાણ્યા ચોર ઈસમો બેટરીઓની ચોરી કરી ગયા છે. આ મામલે મોરબી સિ ટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વીસીપરા રોહિદાસ પરામાં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ ઉર્ફે સુખાભાઈ મકવાણા (ઉ.વ. 36) એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 12/09/2026 ના રાત્રીના 11:30 વાગ્યાથી 13/09/2026 ના સવારના 08:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. ધર્મેશભાઈએ પોતાનું ટ્રેક્ટર ઘર પાસે પાર્ક કર્યું હતું, જેમાંથી રૂ. 7000 ની કિંમતની બેટરી ચોરાઈ હતી.આ ઉપરાંત, તેમની બાજુમાં પાર્ક કરેલા તેમના મિત્રોના ટ્રેકટરોમાંથી પણ બેટરીઓ ગાયબ હતી. ગોપાલભાઈ ભુપતભાઈ ઠુગાના બે ટ્રેકટરોમાંથી રૂ. 14000 ની 2 બેટરીઓ, ગોપાલભાઈ બીજલભાઈ બાંભવાના બે ટ્રેકટરોમાંથી રૂ. 14000 ની 2 બેટરીઓ તેમજ રાજુભાઈ હિન્દુભાઈ બાંભવાના એક નંબર વગરના ટ્રેકટરમાંથી રૂ. 7000 ની 1 બેટરી મળીને કુલ 6 બેટરીઓની ચોરી થઈ છે.આમ, અજાણ્યા ચોર ઈસમો અલગ અલગ ટ્રેકટરમાંથી કુલ રૂ. 42000 ની મત્તાની 6 બેટરીઓ ચોરી જતા પોલીસે બી.એન.એસ. કલમ 303(2) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખુભાઈ આલાભાઈ ગઢવી ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #Theft #Veesipara #TractorBatteryTheft