11 માં 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ' ની ઉજવણીના ભાગરૂપે આયોજન: સુવર્ણપ્રાશન અને અગ્નિકર્મ ચિકિત્સાનો પણ લાભ મળશેમોરબી અપડેટ: 11 માં 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ' ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નિયામક (આયુષની કચેરી, ગાંધીનગર) ની સૂચના અન્વયે આગામી તારીખ 23 સપ્ટેમ્બર 2026 ના રોજ મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં નાગરિકોને વિવિધ રોગો માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે, સાથે જ આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા અંગે સચોટ માર્ગદર્શન પણ આપવામાં આવશે.આ કેમ્પની મુખ્ય વિશેષતાઓ: • 0 થી 5 વર્ષના બાળકો માટે વિશેષ રૂપે 'સુવર્ણપ્રાશન' આપવામાં આવશે. • હરસ, મસા અને ભગંદર જેવા જટિલ રોગો માટે અસરકારક આયુર્વેદિક સારવાર અને માર્ગદર્શન મળશે. • સાંધાના દુખાવાથી પીડાતા દર્દીઓ માટે 'અગ્નિકર્મ ચિકિત્સા' ઉપલબ્ધ રહેશે. • ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે ડ્રાય ઉકાળા, સંશમની વટી તેમજ આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવશે.મોરબી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા મોરબીની જનતાને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #AyurvedaCamp #NationalAyurvedaDay #HealthCamp #Khanpar #MorbiAyurveda #Homeopathy #Morbi