શિક્ષક વિજયભાઈ દલસાણિયાને ભૂજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને ઇનોવેટિવ કામગીરી બદલ સન્માનિત કરાયામોરબી અપડેટ : શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી અને ઇનોવેટિવ કામગીરીથી મોરબીનું ગૌરવ વધારનાર સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાને તાજેતરમાં ભૂજ ખાતે 'ગુરુજી' શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા છે.ભૂજના ભૂજોડી ગામ સ્થિત વંદેમાતરમ પાર્ક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સ્વયં સિદ્ધા ટીમ અને ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા (ઓલ ઈન્ડિયા) દ્વારા વિજયભાઈ દલસાણિયાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરાયો હતો. બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત ઇનોવેટિવ પ્રવૃત્તિઓ કરવા અને શિક્ષણમાં વિવિધતાસભર પ્રયોગો કરવા બદલ તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજયભાઈ દલસાણિયા શિક્ષણ ક્ષેત્રની આ ઉમદા કામગીરી બદલ અગાઉ પણ અનેક એવોર્ડ મેળવી ચૂક્યા છે.આ પ્રતિષ્ઠિત સન્માન મળવા બદલ વિજયભાઈ દલસાણિયાએ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. રૂપાલી મોરબીયા, નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. મમતા ભટ્ટ, સેક્રેટરી અર્ચના ગાંધી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #EducationNews #BestTeacher #GurujiAward #SabharawadiSchool #ProudMorbi