મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં સીસમ સિરામિક જવાના રસ્તે આવેલ કોમ્પ્લેક્સ પાસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઈ બાબુભાઇ સોમાણી રહે.પીપળી, પારસ કનુભાઈ વરાણીયા રહે.પીપળી, નિલેશભાઈ મનસુખભાઇ વાડલીયા રહે.પીપળી, મકસુદભાઈ મોમદભાઈ નકુમ રહે.મોરબી અને ચેતનાબેન નવીનભાઈ વાઢેરા રહે.લાયન્સનગર મોરબી વાળાઓ તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂપિયા 71,100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.