વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે ગત તા.12ના રોજ બપોરના સમયે રાતીદેવડી ગામે રહેતા આરોપી પ્રકાશ ઉર્ફે પિન્ટુ લાલજીભાઇ વોરા અને આરોપી ભરત ઉર્ફે ગોપી લાલજીભાઇ વોરા નામના શખ્સો હાથમાં લાકડી લઈ બજારમાં ગાળો બોલતા બોલતા નીકળ્યા હતા અને આરોપીઓ બાવજીભાઈ વોરા નામની વ્યક્તિને ગાળો આપી છુટા પથ્થરના ઘા કરતા ફરિયાદી અમૃતભાઈ મેઘજીભાઈ વોરાને લાગતા નાકના ભાગે ફ્રેક્ચર થઈ જવાની સાથે મોઢા પર ઇજાઓ થતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.