મોરબી જિલ્લાની 5 સરકારી શાળાઓને બેગ અર્પણ, વિદ્યાર્થીઓને જન્મદિવસ નિમિતે ભેટ તરીકે બેગ અપાશેમોરબી અપડેટ: મોરબીની અગ્રણી અને સૌથી મોટી NGO લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા શનિવાર, 12 સપ્ટેમ્બર 2026 ના રોજ મોરબી જિલ્લાની પાંચ અલગ-અલગ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ બેગ વિતરણનો પ્રોજેક્ટ યોજવામાં આવ્યો હતો.ક્લબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ શાળાઓમાં ભણતા શ્રમિકોના બાળકોને તેમના જન્મદિવસ નિમિત્તે લંચબોક્સ, પાણીની બોટલ જેવી ઉપયોગી ગિફ્ટ આપવામાં આવે છે. આ વર્ષે ક્લબના સભ્યો લાયન દિનેશભાઇ વિડજા અને લાયન કીર્તિભાઇ રવાણીએ આર્થિક સહયોગની તૈયારી દર્શાવતા, તેમના તરફથી બાળકોને સ્કૂલ બેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ અંતર્ગત ક્લબ દ્વારા મોરબીની પાંચ સરકારી શાળાઓના આચાર્યોને રૂબરૂ મળીને કુલ 1120 સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. આ શાળાઓ દ્વારા દરેક વિદ્યાર્થીને તેમના જન્મદિવસના વિશેષ દિવસે આ સ્કૂલ બેગ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.આ સેવાકીય કાર્યક્રમમાં ક્લબના તમામ સભ્યો અને સરકારી શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો. રવિન્દ્રભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સેક્રેટરી લાયન અલ્પેશભાઈ પુજારાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે ક્લબના પ્રમુખ લાયન સચિન કોટેચાએ સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. અંતમાં ટ્રેઝરર લાયન જશવંતભાઈ મીરાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #MorbiNews #LionsClubMorbiNazarbag #SocialWork #SchoolBagDistribution #Education #NGO #Morbi