હવામાન વિભાગે મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં મધ્ય વાવઝોડા સાથે ભારે વરસાદની આપી ચેતવણીમોરબી : અરબી સમુદ્ર, બંગાળની ખાડી તેમજ મધ્યપ્રદેશ અને વિદર્ભ મહારાષ્ટ્રમાં એક સાથે પાંચ - પાંચ વરસાદી સિસ્ટમને કારણે બે દિવસથી ફરી ચોમાસુ સક્રિય થયું છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં મધ્યમ વાવઝોડા સાથે છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.હવામાન વિભાગના તાજા બુલેટિનમાં જણાવ્યા મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને મધ્યમ તીવ્રતાના વાવાઝોડા ફૂંકવાની શકયતા છે.વાવાઝોડાને પગલે ૪૧ થી ૬૧ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં બે ટર્ફની સાથે બંગાળની ખાડીમાં મોન્સૂન ટર્ફ અને મધ્યપ્રદેશ તેમજ વિદર્ભ મહારાષ્ટ્ર પર લો પ્રેસર સર્જાયું છે.સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત પર સારી વરસાદી સિસ્ટમ સક્રિય બનતા સારા વરસાદ માટે અનુકૂળ સંજોગો નિર્માણ થયા છે.