સ્માર્ટી ગોડાઉન પાસેની સીમમાંથી મળેલ લાશ અંગે કંઇ માહિતી મળે તો તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ મોરબી અપડેટ: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બેલા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગત તારીખ 12/09/2026 ના રોજ બેલા ગામની સીમમાં સ્માર્ટી ગોડાઉન કારખાનાની બાજુમાં જાહેરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર આશરે 30 થી 35 વર્ષની હોવાનું જણાઈ રહ્યું છે અને તેણે કાળા રંગનું પેન્ટ પહેરેલ છે.બનાવની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો ચાલુ છે. જો કોઈ પણ વ્યક્તિને આ મૃતક કે તેના વાલીવારસ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો સત્વરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #MorbiPolice #UnidentifiedBody #BelaVillage #CrimeNews #Morbi