મોરબી : મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર ગઈકાલે બપોરના સમયે કોરલ ગોલ્ડ યુનિટ નંબર 2મા શેડના પતરા પર ચડીને કામ કરી રહેલા કાનાભાઈ મોતીભાઈ ગમારા રહે.પલાસ, તાલુકો વાંકાનેર વાળા પતરું અચાનક તૂટી જતા નીચે પટકાયા હતા. આ બનાવમાં કાનાભાઈને ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.