ગુજરાત લલિતકલા અકાદમીના ઉપક્રમે 25 થી 27 સપ્ટેમ્બર સુધી ચાલશે પ્રદર્શન: કલાપ્રેમીઓને લાભ લેવા આમંત્રણમોરબી અપડેટ : ગુજરાત લલિતકલા અકાદમી પ્રાયોજિત અને મોરબીના કળાપ્રેમીઓ માટે એક આકર્ષક તથા રંગીન અનુભવ સમાન વિશેષ વોટર કલર પેન્ટિંગ એક્ઝિબિશન 'ઇકોસ ઓફ અર્થ' (Echoes of Earth) નું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શનમાં પ્રખ્યાત વોટર કલર આર્ટિસ્ટ અને મોરબીની ગ્લોબલ સ્કૂલના ચિત્ર શિક્ષક રાજેન્દ્ર ચૌહાણ દ્વારા જળરંગો (Watercolors) વડે તૈયાર કરાયેલા અદ્ભુત ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે. કલાકાર રાજેન્દ્ર ચૌહાણ દ્વારા પોતાના હાથે બનાવેલા કુલ 50 જેટલા વોટર કલર પેઇન્ટિંગ્સ આ પ્રદર્શનમાં મૂકવામાં આવનાર છે. વોટર કલર શૈલી તેની પારદર્શકતા અને જીવંતતા માટે વિશેષ જાણીતી છે, જેથી મુલાકાતીઓને ચિત્રોમાં અનોખું આકર્ષણ અને જીવંતતા જોવા મળશે.આ પ્રદર્શન રાજકોટની ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે તારીખ 25 સપ્ટેમ્બર 2026 થી 27 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે. મોરબી અને રાજકોટના તમામ કલાપ્રેમીઓને કલાના આ અદભુત સંગમને નિહાળવા અને પ્રદર્શનની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #ArtExhibition #WatercolorPainting #EchoesOfEarth #RajendraChauhan #RajkotArtGallery #GujaratLalitkalaAcademy