અક્ષર પાર્ક સોસાયટીમાં શિવમ પેલેસ પાસે એ ડિવિઝન પોલીસે પાડી રેડમોરબી અપડેટ : 13 સપ્ટેમ્બર 2026 ના રોજ પોલીસને બાતમી મળી હતી કે મોરબીમાં પંચાસર રોડ પર અક્ષર પાર્ક સોસાયટીમાં શિવમ પેલેસ પાસે કેટલીક મહિલાઓ જાહેરમાં જુગાર રમી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સવારે 11:05 કલાકે સ્થળ પર રેડ કરતા ત્રણ મહિલાઓ ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.જેમાં રસ્મીતાબેન મેહુલભાઈ ભીમાણી (ઉ.વ. 30, રહે. પંચાસર રોડ, અક્ષર પાર્ક સોસાયટી, શિવમ પેલેસ 102, મોરબી), પુરીબેન વસંતભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 40, રહે. વૃંદાવન પાર્ક, તન સુતી હાઇટ્સ 103, મોરબી), વર્ષાબેન મહેન્દ્રભાઈ રાજપરા (ઉ.વ. 45, રહે. અવની ચોકડી, સુભાષ નગર, મોરબી) નામની ત્રણ મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે પકડાયેલી મહિલાઓ પાસેથી અંગજડતીના રોકડા અને દાવ પર લાગેલા પટમાંથી રોકડા 1100 મળીને કુલ રોકડા 12,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને એ ડિવિઝન પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો છે. #Morbi #MorbiNews #MorbiUpdate #GamblingRaid #MorbiPolice #CrimeNews #PanchasarRoad