મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર વેટરનરી પોલીક્લીનક પાસે ત્રિપલ સવારી મોટર સાયકલ ચાલકને સ્કોર્પિયો કારના ચાલકે હડફેટે લેતા આ અકસ્માતમાં ત્રણ યુવકને ઇજાઓ પહોંચતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરામાં રહેતા રાહુલભાઈ બાબુભાઇ અખિયાણીર આરોપી સ્કોર્પિયો કાર નંબર જીજે - 36 - એપી - 0083ના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ ફરિયાદી તેમનું બાઈક લઈ પંચાસર રોડ પર જતાં હતાં ત્યારે વેટરનરી પોલીક્લિનિક પાસે બાઈક પાર્ક કરવા જતા સ્કોર્પિયો કાર ચાલકે અચાનક યુ ટર્ન લેતા બાઇકને હડફેટે લીધું હતું.આ અકસ્માતમાં ફરિયાદી રાહુલ તેમજ સાહેદ સતીશ સુમરા અને કરણ નામના યુવકને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.