મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ગઈકાલે બપોરના સમયે સ્માર્ટી કારખાનાની બાજુમાં આવેલ ગોદામ પાસેથી અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતક યુવકની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.