મોરબી અપડેટ : મોરબીનું નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવા પૂરતું સીમિત ન રહેતા, તેમનામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ, જીવદયા, સેવાભાવ અને ગુરુજનો પ્રત્યે આદર જેવા ઉચ્ચ જીવનમૂલ્યોનું પણ સિંચન કરી રહ્યું છે. આ વિચારધારાને સાર્થક કરતી વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું તાજેતરમાં સંસ્થાના વિવિધ વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું હતું.400 થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયોનવયુગ કોલેજ, મોરબી ખાતે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાના માર્ગદર્શન હેઠળ ગત ગુરુવારના રોજ થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. લાઇફ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા 400 થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને લગ્ન પહેલાં આ ટેસ્ટના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ધોરણ 7 ની વિદ્યાર્થિનીઓનો એક વર્ષ સુધી કીડીયાળું પૂરવાનો સંકલ્પનવયુગ શૈક્ષણિક સંકુલ–વીરપરની ધોરણ 7 ની વિદ્યાર્થિનીઓએ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વિદ્યાર્થિનીઓએ ધોરણ 6 થી જ સંકુલના મેદાનમાં કીડીઓને કણ આપીને ‘કીડીયાળું પૂરવાની સેવા’ શરૂ કરી હતી, જે હવે તેઓએ સળંગ એક વર્ષ સુધી ચાલુ રાખવાનો અડગ સંકલ્પ લીધો છે.શિક્ષક દિનની ભાવસભર ઉજવણીનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગોમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. વિદ્યાર્થીઓએ જાતે શિક્ષકની ભૂમિકા ભજવી શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને પોતાના ગુરુજનો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આમ, નવયુગ સંસ્થાએ સાબિત કર્યું છે કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી, પરંતુ વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર છે.#Morbi #NavyugGroupOfEducation #ThalassemiaCamp #SocialWork #TeachersDay #EducationNews #MorbiUpdates #MorbiNews