પંડાલ માટે ટેમ્પરરી કનેક્શન લેવા, વાયરિંગનું NOC મેળવવા અને મૂર્તિ લાવતી-લઈ જતી વખતે વીજ લાઈનોથી સલામત અંતર રાખવા અપીલમોરબી અપડેટ : ગણેશ મહોત્સવ દરમિયાન ઉત્સવનો આનંદ અકબંધ રહે અને સલામતી જળવાઈ રહે તે હેતુથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગણેશ પંડાલ અને ઉત્સવ મંડપ માટે અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.PGVCL ની ગાઈડલાઈન મુજબ ગણેશ પંડાલ માટે ફરજિયાતપણે ટેમ્પરરી વીજ કનેક્શન લેવા જણાવાયું છે. બિનઅધિકૃત વીજ જોડાણ ગેરકાયદેસર અને બિનસલામત છે. પંડાલના વાયરિંગમાં ELCB અથવા RCCB નો ઉપયોગ કરવા અને યોગ્ય ક્ષમતાવાળા વાયર વાપરવા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત વાયરિંગ નિયમ મુજબ થયું છે કે કેમ તેની ચકાસણી માટે ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટરની કચેરી પાસેથી NOC (No Objection Certificate) મેળવવાનું રહેશે.HT (હાઈ ટેન્શન) કે LT (લો ટેન્શન) વીજ લાઈનોની નીચે અથવા નજીક પંડાલ ન બનાવવા સૂચના આપવામાં આવી છે. મૂર્તિ લાવતી કે લઈ જતી વખતે મૂર્તિ અને વાહનને વીજ લાઈનથી સલામત અંતરે રાખવા. જો પૂરતું અંતર ન જણાય તો નજીકની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવો. મૂર્તિ પાછળની મેટાલીક ફ્રેમ પર ઉભા રહીને ભીના લાકડા કે અન્ય સાધનથી વીજ લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કદાપિ ન કરવો, કારણ કે વાયર અડવાથી ગંભીર વીજ અકસ્માત અથવા મોટી જાનહાનિ થઈ શકે છે.વીજ વિક્ષેપ અંગે ગ્રાહક સુવિધા કેન્દ્રના ટોલ ફ્રી નંબર 1800-233-155333 અથવા અન્ય નંબર 19122 પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત WhatsApp નંબર 95120 19122 પર પણ માહિતી મેળવી શકાશે.#Morbi #MorbiNews #MorbiUpdate #PGVCL #GaneshMahotsav #ElectricalSafety #SafetyGuidelines