સાંજના સમયે મેઘાવી માહોલ તો સર્જાયો પણ માત્ર ઝરમર વરસાદ વરસતા ભારે નિરાશામોરબી અપડેટ : મોરબી જિલ્લામાં લાંબા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. આજે સાંજના સમયે આકાશમાં વાદળો ગોરંભાયા હતા અને લોકોને આશા હતી કે સારો વરસાદ પડશે, પરંતુ માત્ર ઝરમર વરસાદ અને સામાન્ય ઝાપટાં જ પડ્યા હતા. આથી, મોરબીવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો થોડા નિરાશ થયા છે અને હવે મેઘરાજા મન મૂકીને વરસે તેવી આકાશ તરફ મીટ માંડીને પ્રાર્થના કરી રહ્યા છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો, વરસાદ માત્ર સામાન્ય ઝાપટાં પૂરતો જ સીમિત રહ્યો છે. મોરબીમાં માત્ર 4 mm, હળવદમાં 6 mm અને વાંકાનેરમાં 3 mm વરસાદ નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે વરસાદનું પ્રમાણ એકદમ નહિવત છે. પાકને બચાવવા અને ખેતીને આગળ વધારવા માટે ખેડૂતોને ભારે વરસાદની અત્યારે અત્યંત આવશ્યકતા છે. હાલમાં જગતના તાતના જીવ તાળવે ચોંટ્યા છે. જો અત્યારે સારો વરસાદ નહીં થાય તો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લાનો દરેક નાગરિક અને ખેડૂત ઈચ્છી રહ્યો છે કે જલ્દીથી ધોધમાર વરસાદ પડે, જેથી જળાશયોમાં હજુ વધુ નીર આવે અને ખેતીને નવજીવન મળી શકે.#Morbi #MorbiUpdate #MorbiRain #RainUpdate #Halvad #Wankaner #GujaratRain #Farmers #Monsoon