355 કિલોમીટરની પદયાત્રામાં મેડિકલ અને જમવાની સુવિધા સાથે ભક્તો રવાના થશેમોરબી: જગતજનની મા જગદંબાના ચરણોમાં શ્રદ્ધા, ભક્તિ અને અતૂટ આસ્થાની પાવન પરંપરાને આગળ ધપાવતા મોરબીથી અંબાજી સુધીની 355 કિલોમીટરની પદયાત્રાનું આયોજન અંબિકા પદયાત્રા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. સંઘની આ અવિરત સેવાને 27 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે, આગામી 15 સપ્ટેમ્બર 2026 ને મંગળવારના રોજ વહેલી સવારે માતાજીના રથ સાથે 28 માં વર્ષમાં મંગલ પ્રયાણ કરવામાં આવશે.'જય અંબે' ના જયઘોષ સાથે ભક્તિ અને સેવાની ભાવનાથી પદયાત્રાની આ પવિત્ર પરંપરાને જીવંત રાખવા માટે સંઘના સુરેશભાઈ એમ. નાગપરા (કુંતાસી વાળા) અને તેમના ધર્મપત્ની ગીતાબેન સુરેશભાઈ નાગપરા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આ પદયાત્રામાં જોડાશે.પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ, રહેવા અને જમવાની તમામ સગવડો સાથે રાખવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષદભાઈ મેરજા, સતિષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા પોતાની સેવા આપી રહ્યા છે. માતાજીના રથના સારથી તરીકે મેહુલભાઈ નારીયાણી અને કાંતિભાઈ બાપોદરીયા સેવા આપશે. જ્યારે રસોડા વિભાગની મહત્વની જવાબદારી હિતેશભાઈ નાગપરા, જયદીપભાઇ હડિયલ અને યોગેશભાઈ ઠોરીયા સંભાળી રહ્યા છે. આ ઉપરાંત જય અંબે પરિવાર પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવામાં જોડાયો છે.#MorbiUpdate #MorbiNews #AmbajiPadyatra #AmbikaPadyatraSangh #MaaAmbe #MorbiToAmbaji #ReligiousEvent #Morbi