શાળામાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર ટીમ દોડી ગઈ: બાદમાં ફાયર અવેરનેસ ટ્રેનિંગનો ભાગ હોવાનું જાહેર કરાયુંમોરબી અપડેટ : મોરબી ફાયર વિભાગ દ્વારા આજે સવારે એક લાઈવ ફાયર મોકડ્રીલ અને અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરની ઓમ શાંતિ CBSC સ્કૂલ એન્ડ ગુજરાતી મીડિયમમાં આગ લાગી હોવાનો અને બાળકો ફસાયા હોવાનો ડેમો રજૂ કરી વિદ્યાર્થીઓ અને સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 12/09/2026 ના રોજ સવારે મોરબી ફાયર વિભાગને ઓમ શાંતિ સ્કૂલમાંથી કોલ મળ્યો હતો કે શાળામાં આગ લાગી છે અને 4 બાળકો તેમાં ફસાયેલા છે. કોલ મળતાની સાથે જ મોરબી ફાયર ટીમ પોતાના તમામ સાધનો સાથે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને આગ બુઝાવી હતી અને ફસાયેલા ચારેય બાળકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા, જેનાથી શાળા પરિસરમાં હાજર સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે આ એક 'મોકડ્રીલ' હતી, જેનો મુખ્ય હેતુ શાળાના બાળકો અને શિક્ષકોને ફાયર સેફ્ટી અંગે જાગૃત કરવાનો હતો.ફાયર અવેરનેસ ટ્રેનિંગમાં અપાયેલી માહિતીરેસ્ક્યુ ઓપરેશનના ડેમો બાદ ફાયર ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર અવેરનેસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં આગ લાગવાની ઈમરજન્સી પરિસ્થિતિમાં શું કરવું તે માર્ગદર્શન અપાયું હતું. જેમાં જણાવાયું હતું કે આગ લાગે ત્યારે 101 અથવા 112 ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કેવી રીતે કરવો. કોઈપણ દુર્ઘટના સમયે ગભરાયા વિના સુરક્ષિત રીતે બહાર નીકળી એસેમ્બલી પોઇન્ટ (નક્કી કરેલી સુરક્ષિત જગ્યા) પર કેવી રીતે એકઠા થવું. ફાયર ડિપાર્ટમેન્ટ ઈમરજન્સીના સમયે કેવી રીતે કામગીરી કરે છે તેની સમજૂતી આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા અપાયેલી આ તાલીમ અને મોકડ્રીલને ઓમ શાંતિ સ્કૂલના સંચાલકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #FireMockDrill #MorbiFireDepartment #FireSafety #SchoolSafety #OmShantiSchool