મોરબી અપડેટ : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રાત્રિના સમયે વિજયનગર સોસાયટી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. તારીખ 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે 00:45 વાગ્યાની આસપાસ એ ડિવિઝન પોલીસ મથકના ચકુભાઈ દેવશીભાઈ કરોતરા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોરબીના વિજયનગર સોસાયટી, કન્યા છાત્રાલય રોડ પર સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળી જાહેરમાં ગંજીપત્તાના પાના અને પૈસા વડે તીનપત્તીનો જુગાર રમતા હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા મનસુખભાઈ નરભેરામભાઈ સાંણદિયા (ઉ.વ. 23), રમેશભાઈ મગનભાઈ વસાણીયા (ઉ.વ. 60), હસમુખભાઈ લખમણભાઈ કાનેટીયા (ઉ.વ. 34), રાકેશભાઈ જીવરાજભાઈ લો (ઉ.વ. 36), સુભાષભાઈ કુરજીભાઈ ભુત (ઉ.વ. 60), હેમંતભાઈ ભગવાનભાઈ વડગામા (ઉ.વ. 52), ભાવેશભાઈ ચંદુભાઈ રૂપાલા (ઉ.વ. 34) ને ઝડપી લીધા હતા.આરોપીઓ પાસેથી દાવ પર લગાવેલા 5200 રૂપિયા અને અંગજડતીમાંથી મળેલા રોકડા રૂપિયા મળી કુલ 30800 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. તમામ 8 આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. #Morbi #MorbiNews #MorbiUpdate #GamblingRaid #MorbiPolice #CrimeNews #MorbiCityADivision