વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટરના અસ્તિત્વને ટકાવી રાખવા ભારત સરકારે અમલી બનાવી છે એન્ટી ડંમ્પિગ ડ્યુટીજો એન્ટી ડંમ્પિગ ડ્યુટી હટાવવામાં આવે તો પોર્સલીન, વિટરીફાઇડ અને ડબલ ચાર્જ સહિતના ટાઇલ્સ ઉત્પાદકો પર જોખમમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ચાઈનીઝ ડ્રેગનનો ફુફાડો જોખમી બની શકે તેમ હોય અત્યારથી જ મોરબીની સિરામિક લોબી ચાઈના પર લાદવામાં આવેલ એન્ટી ડંમ્પિગ ડ્યુટી મુદ્દે સજાગ બની છે. હાલમાં ચાઈનાથી આયાત થતી ટાઇલ્સ પર પ્રતિ સ્કવેર ફિટ એન્ટી ડંમ્પિગ ડ્યુટી લાગે છે.જે આગામી જાન્યુઆરી માસમાં ખતમ થઈ રહી હોય ભારત સરકારમાં રજુઆત માટે તૈયારીઓ તેજ બની છે.સમગ્ર વિશ્વમાં મોરબી સિરામિક ક્લસ્ટર બીજા નંબરનું સ્થાન ધરાવે છે, જો કે, પ્રથમ નંબરે રહેલા ચીનના ઉત્પાદનોની તુલનાએ મોરબીના ઉત્પાદનો મજબૂત, ટકાઉ અને વૈવિધ્યસભર ડિઝાઇન ધરાવતા હોય વિશ્વના અનેક દેશોમાં મોરબીની ક્વોલિટી પ્રોડક્ટની નિકાસ થઈ રહી છે. જો કે, ભારતના મુખ્ય હરીફ ગણાતા ચીન દ્વારા ખાસ કરીને દક્ષિણ ભારતના બંદરોથી દેશમાં મોટા પ્રમાણમાં ડબલ ચાર્જ અને વિટરીફાઇડ ટાઇલ્સ ઘુસાડવામાં આવતી હોવાથી મોરબીના સિરામિક ઉત્પાદકોના પ્રયાસોથી છેલ્લા એક દાયકાથી ચીની બનાવટની પોર્સલીન ટાઇલ્સ પર એન્ટી ડંમ્પિગ ડ્યુટી લાદવામાં આવી છે. હાલમાં ભારતમાં આયાત થતી મેઇડ ઇન ચાઈના ટાઇલ્સ પર પ્રતિ ચોરસ મીટર 1.87 યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ 177 રૂપિયા એન્ટી ડંમ્પિગ ડ્યુટી લાગે છે જેથી ચાઈનાથી આવતી ટાઇલ્સ ભારતમાં મોંઘી પડતી હોય સિરામિક ટાઇલ્સમાં મોરબીનો ડંકો વાગી રહ્યો છે.દરમિયાન આગામી જાન્યુઆરી માસમાં ચાઈના પર લાદવામાં આવેલ એન્ટી ડંમ્પિગ ડ્યુટીની મુદત પૂર્ણ થઈ રહી હોય મોરબીના સિરામિક ઉત્પાદકો, એક્સપોર્ટર તેમજ મોરબી સિરામિક એસોસીએશન દ્વારા અત્યારથી સક્રિય બની ભારત સરકારમાં રજુઆત માટે તૈયારીઓ તેજ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા મુખ્યત્વે ગ્લેઝ્ડ કે અનગ્લેઝ્ડ પોર્સેલિન અને વિટ્રિફાઇડ ટાઈલ્સ પર એન્ટી ડંમ્પિગ ડ્યુટી લાગુ છે. જો કે, માઇક્રો-ક્રિસ્ટલ ટાઇલ્સ, ફૂલ બોડી ટાઇલ્સ અને પાંચ એમએમથી ઓછી જાડાઈ ધરાવતી પાતળી પેનલ્સને ડ્યુટીમાંથી મુક્ત રાખવામાં આવી છે. વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં કયો દેશ કેટલામા ક્રમે ક્રમ દેશ1. ચીન 2. ભારત 3. બ્રાઝિલ 4. વિયેતનામ 5. સ્પેન 6. ઇન્ડોનેશિયા 7. ઇટાલી 8. તુર્કીએન્ટી ડંમ્પિગ ડ્યુટી દૂર થાય તો દેશના સિરામિક ઉદ્યોગ પર જોખમવિશ્વના સિરામિક ઉત્પાદનમાં ટોચના સ્થાન પર રહેલ ચાઈનાની ટાઇલ્સ પર ભારતમાં પ્રતિ ચોરસમીટર પર 177 રૂપિયા જેટલી એન્ટી ડંમ્પિગ ડ્યુટી અમલી હોવાથી છેલ્લા એક દાયકામાં મોરબી સિરામિક ક્લસ્ટરને મોટો ફાયદો મળ્યો છે. જો કે, હાલમાં ગેસમાં ભાવ વધારો, મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને રેડ સીમાં જોખમને કારણે એક્સપોર્ટ પર માઠી અસર ઉપરાંત ઘર આંગણે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં જો એન્ટી ડંમ્પિગ ડ્યુટી દૂર થાય તો દેશના સિરામિક ઉદ્યોગ પર મોટી આફત ઉતરી આવે તેમ હોવાનું સ્પષ્ટ છે.