મોરબી : મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા દિનેશભાઇ સોમલાલ મેળા ઉ.45 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરના સમયે વનાળિયા ગામની સીમમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.