જિલ્લામાં 500 કર્મચારીઓ હડતાલમાં જોડાયા : 5 ડે બેંકિંગની માંગ અને PLIનો વિરોધમોરબી અપડેટ : દેશભરમાં જાહેર ક્ષેત્રની 12 સરકારી બેંકોના આશરે 8 લાખ કર્મચારીઓ અને અધિકારીઓ પડતર માંગણીઓને લઈને આજે હડતાલ પર ઉતર્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ હડતાલની વ્યાપક અસર જોવા મળી રહી છે. બેંક કર્મચારીઓ અને અધિકારીઓએ કામકાજ બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા.બેન્ક કર્મચારીઓની બે મુખ્ય માંગણીઓહડતાલ અંગે માહિતી આપતાં INBOCના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ મહેન્દ્ર પોપટ જણાવ્યું હતું કે બેંક કર્મચારીઓની મુખ્ય 2 માંગણીઓ છે. જેમાં સપ્તાહમાં 5 ડે બેંકિંગ (5 Days Banking) લાગુ કરવામાં આવે. આ ઉપરાંત સરકારે જાહેર કરેલી PLI (પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજનામાં રહેલી અસમાનતાઓ દૂર કરવામાં આવે. તેમણે જણાવ્યું કે 8 માર્ચ 2024ના રોજ વેજ રિવિઝન દરમિયાન સરકાર દ્વારા 9 ટ્રેડ યુનિયનો સાથે સમજૂતી કરી 5 ડે બેંકિંગની ભલામણ સ્વીકારી અમલ કરવાનું વચન અપાયું હતું. તેમ છતાં 30 મહિના જેટલો સમય વીતવા છતાં આ અંગે કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી, જેના કારણે કર્મચારીઓને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.મોરબીમાં 500 કરોડના ક્લિયરિંગ-ટર્નઓવર પર અસરમોરબી જિલ્લાની તમામ 12 જાહેર ક્ષેત્રની બેંકોના આશરે 500 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. બેંકિંગ સેવાઓ ઠપ થવાના કારણે જિલ્લામાં અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર અને ક્લિયરિંગ વ્યવહારો પ્રભાવિત થયા છે, જેના લીધે ઉદ્યોગકારો અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.સરકાર સમાધાન નહીં કરે તો અચોક્કસ મુદતની હડતાલની ચીમકીકર્મચારી નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હડતાલ કરવી એ અમારો શોખ નહીં પણ મજબૂરી છે. જો સરકાર દ્વારા યોગ્ય સમાધાન નહીં લાવવામાં આવે તો આગામી 28, 29 અને 30 તારીખે 3 દિવસની હડતાલ કરવામાં આવશે અને ત્યારબાદ 26 ઓક્ટોબરથી દેશવ્યાપી અચોક્કસ મુદતની હડતાલ (ઇનડેફિનેટ સ્ટ્રાઇક) શરૂ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #BankStrike #5DaysBanking #UFBU #INBOC #MorbiNews #BankEmployees #BreakingNews