રોકડ સહિત કુલ રૂ. 1,16,000નો મુદ્દામાલ જપ્ત : ટંકારા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીટંકારા (મોરબી અપડેટ) : ટંકારાના ગજડી ગામે જાહેરમાં જુગાર રમતા સાત લોકોની ટંકારા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ 1,16,000 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ગજડી ગામે બાળ મંદિર પાસે ચોકમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હારજીતનો અંદર-બહાર જુગાર રમાડવામાં આવી રહ્યો છે. પોલીસે બાતમીવાળા સ્થળ પરથી રોકડા રૂ. 91,000, રૂ. 25,000ની કિંમતના 5 મોબાઇલ ફોન, સહિત કુલ રૂ. 1,16,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીઓ: • કાનાભાઈ હીરાભાઈ ઝારીયા (ઉં.વ. 39, રહે. ગજડી, તા. ટંકારા) • હકાભાઈ છગનભાઈ ઝારીયા (ઉં.વ. 37, રહે. ગજડી, તા. ટંકારા) • રાજેશભાઈ ઉર્ફે લાલાભાઈ દેવાયતભાઈ ડાંગર (ઉં.વ. 37, રહે. ગજડી, તા. ટંકારા) • કિશોરભાઈ રૂગનાથભાઈ જીવાણી (ઉં.વ. 50, રહે. બાલાજી એપાર્ટમેન્ટ, રવાપર-ઘુનડા રોડ, મોરબી, મૂળ ગામ ખાનપર) • વિપુલભાઈ સવજીભાઈ ધોડાસરા (ઉં.વ. 46, રહે. ખાનપર ગોડાઉન વાળી શેરી, તા.જી. મોરબી) • લાલજીભાઈ મેરામભાઈ ઝારીયા (ઉં.વ. 40, રહે. ગજડી, તા. ટંકારા) • કાનાભાઈ નાગદાનભાઈ કુંભારવાડીયા (ઉં.વ. 34, રહે. નાની વાવડી, પ્રમુખ દવાખાના વાળી શેરી, મોરબી, મૂળ ગામ ફડસર)#Morbi #Tankara #Gajadi #MorbiPolice #TankaraPolice #GamblingRaid #CrimeNews #GujaratPolice #MorbiUpdate