વાંકાનેર : વાંકાનેર શહેરના રસાલા રોડ પર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી જુનેદ યાકુબભાઈ ભટ્ટી રહે.નવાપરા વાળાને રોકડા રૂપિયા 1200 તેમજ રૂ.3500ના કિંમતના મોબાઈલ સાથે ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.