હળવદ : હળવદ તાલુકાના નવા રાણેકપરથી જુના રાણેકપર ગામ જવાના રસ્તે ગત તા.29 ઓગસ્ટના રોજ રાત્રીમાં સમયે જીજે - 36 - એજી - 9045 નંબરનું બાઈક લઈને જઇ રહેલા ભરતભાઇ શામજીભાઈ સીપરા ઉ.45 રહે.નવા રાણેકપર ગામ, તા.હળવદ વાળાઓ આગળ જતાં જીજે - 36 - એઆર - 8522 નંબરના ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અથડાતા આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.