સળંગ 30 દિવસ સુધી શ્વાનને દૂધ અને લોકોને ડ્રાયફ્રૂટ દૂધ પીવડાવી 'માનવ સેવા એ જ પ્રભુ સેવા' નું સૂત્ર સાર્થક કર્યુંમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસમાં દાન-પુણ્ય અને જીવદયાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે મોરબીના પરહિતકર્મ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી સતત 30 દિવસ સુધી દૂધ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય અંતર્ગત અબોલ જીવ એવા શ્વાન (કૂતરાઓ) ને દૂધ તેમજ નાના-મોટા તમામ લોકો માટે પૌષ્ટિક ડ્રાયફ્રૂટ દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્ય માટે પરહિતકર્મ ગ્રુપના સભ્યો દ્વારા દરરોજ 2 કલાકનો અમૂલ્ય સમય નિઃસ્વાર્થ ભાવે સેવામાં ફાળવવામાં આવ્યો છે. પવિત્ર માસમાં અબોલ જીવો અને નાગરિકો માટે કરાયેલા આ સેવાકાર્યની સર્વત્ર ભારે પ્રશંસા થઈ રહી છે.#MorbiUpdate #MorbiNews #ParhitkarmGroup #ShravanMas #SocialService #Jivdaya #Morbi