સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યવ્યાપી એક દિવસીય ધરણાં કાર્યક્રમમોરબી અપડેટ: ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક (HTAT) સંઘ દ્વારા લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સરકારમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આગામી તારીખ 14 સપ્ટેમ્બર 2026 ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્યવ્યાપી ધરણાં કાર્યક્રમમાં મોરબી જિલ્લામાંથી પણ 112 જેટલા HTAT આચાર્યો જોડાશે.આગામી તારીખ 14/09/2026 ને સોમવારના રોજ સવારે 10:00 કલાકથી ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સમગ્ર રાજ્યના મુખ્ય શિક્ષકો દ્વારા એક દિવસીય શાંતિપૂર્ણ ધરણાંનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના 112 HTAT આચાર્યો પણ પોતાની પડતર માંગણીઓ બુલંદ કરવા જોડાશે.મુખ્ય શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓ આ મુજબ છે: • તમામ પ્રકારની બદલીઓની નીતિ ઘડવામાં આવે.• બઢતી મેળવનાર મિત્રોને એક ઇજાફો આપવામાં આવે.• ગ્રાન્ટેડ શાળાઓના મિત્રોની સેવા સળંગ ગણવામાં આવે.• શાળાઓમાં ખાલી પડેલી ક્લાર્કની જગ્યાઓ સત્વરે ભરવામાં આવે.• અગાઉના સમયમાં વેકેશન દરમિયાન કરેલી કામગીરીની રજાઓ જમા કરવામાં આવે.• શાળાઓને ગ્રાન્ટની સમયસર ફાળવણી થાય અને વારંવાર બદલાતી બેન્કિંગ પ્રણાલીમાં સ્થિરતા લાવવામાં આવે.આ ઉપરાંત અન્ય અનેક પડતર માંગણીઓના નિરાકરણ માટે આ ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #HTATTeachers #Protest #GandhiNagar #TeachersDemands #Morbi