જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોની 6,700 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડમાળિયા (મિયાણા) (મોરબી અપડેટ): માળિયા (મિયાણા) પોલીસે જુના દેવગઢ ગામમાં રોડ પર આવેલ મોમાઈ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા છે. માળિયા મિયાણા પોલીસ ટીમ બી-બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે જુના દેવગઢ ગામમાં મોમાઈ માતાજીના મંદિર પાસે અમુક ઇસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં કુંડાળું વળીને જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે પોલીસે 5 શખ્સો ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ કુલ રૂ. 6,700/- રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પકડાયેલા આરોપીઓ • મેઘાભાઈ લાભુભાઈ પીપળીયા (ઉ.વ. 20, રહે. બગસરા, તા. માળિયા મિયાણા) • ગણેશભાઈ વજાભાઈ સુરાણી (ઉ.વ. 35, રહે. બુટવડા, તા. હળવદ) • મુન્નાભાઈ ગગજીભાઈ રાઠોડ (ઉ.વ. 24, રહે. જીંજુડા, તા. મોરબી) • અશોકભાઈ રૂપાભાઈ ધોળકીયા (ઉ.વ. 30, રહે. જુના દેવગઢ, તા. માળિયા મિયાણા) • રોહિતભાઈ ગોગાભાઈ પીપળીયા (ઉ.વ. 19, રહે. બગસરા, તા. માળિયા મિયાણા)#MorbiUpdate #MorbiPolice #MaliyaMiyana #GamblingRaid #CrimeNews #MorbiNews #Morbi