વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં ટ્રેકટર લઈ પોતાની વાડીએ જઈ રહેલા ખેડૂતે સીમના રસ્તામાં ગાય અને બકરા લઈ જઈ રહેલા માલધારીને ઢોર સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ લાકડી વડે ખેડૂતને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા અને ખેતી કરતા ઇલમુદિન મામદભાઈ માથકિયા ઉ.46એ આરોપી હીરાભાઈ જેસાભાઈ ટોટા રહે.પીપળીયારાજ વાળા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.9ના રોજ સવારના સમયે ફરિયાદી તેમના પત્ની સાથે ટ્રેકટર લઈ પોતાની ખલ નામની સીમમાં આવેલ વાડીએ જતા હતા ત્યારે આરોપી હીરાભાઈ પોતાના બકરા અને ગાય લઈને ગાડા માર્ગ પર જતાં હોય પોતાનું ટ્રેકટર નીકળી જાય તે માટે ઢોરને સાઈડમાં ચલાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.